
ટૂક સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
(૧) આ અધીનિયમ ફોજદારી કાયૅરીતી અધિનીય ૧૯૭૩ કહેવાશે.
(૨) તે સમગ્ર ભારતને લાગુ પડે છે. પરંતુ પ્રકરણ ૮ ૧૦ અને ૧૧ને લગતી હોય તે સિવાયની આ અધિનીયમની જોગવાઇઓ (ક) નાગાલેન્ડ રાજયને (ખ) આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહી પરંતુ સંબંધિત રાજય સરકાર જાહેરનામાથી જાહેરનામામાં નિદીષ્ટ કરવામાં આવે તે પૂરક અનુષાંગિક કે પારિણામિક ફેરફારો સાથે યથાપ્રસંગ નાગાલેન્ડ અથવા આદિજાતિ વિસ્તારોને કે તેના ભાગને તે અથવા તેમાંની કોઇ જોગવાઇ લાગુ પાડી શકશે.
સ્પટીકરણઃ આ કલમમાં આદિજાતિ વિસ્તારો એટલે સન ૧૯૭૨ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખની તરત પહેલા સંવિધાનની છઠ્ઠીઅનુસૂચિના પરીચ્છેદ ૨૦માં ઉલ્લેખ્યા પ્રમાણેના શિલોંગ નગરપાલિકાની સ્થાનિક હદમાં હોય તે સિવાયના આસમના આદિજાતિ વિસ્તારોમાં સમાવેશ થતા હોય તે પ્રદેશો.
(૩) તે સન ૧૯૭૪ના એપ્રિલ મહિનાની ૧લી તારીખે અમલમાં આવશે.
Copyright©2023 - HelpLaw