ઉલ્લેખોનુ અથૅઘટન - કલમ - 3

ઉલ્લેખોનુ અથૅઘટન

"(૧) આ અધિનિયમમાં

(ક) કોઇ વિશેષ શબ્દો જોડેલ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટના ઉલ્લેખનો અથૅ સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તે નીચે પ્રમાણેના ઉલ્લેખો તરીકે કરવાનો રહેશે

(૧) મેટ્રોપોલીટન વિસ્તારની બહારના વિસ્તારના સબંધમાં જયુડીશિયલ મેજિસ્ટ્રેટ તરીકે

(૨)મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે

(ખ) બીજા વગૅના મેજિસ્ટ્રેટના કોઇ ઉલ્લેખનો અથૅ મેટ્રોપોલીટન વિસ્તારની બહારના વિસ્તાર સબંધમાં બીજા વગૅના જયુડીશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે અને મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે કરવો જોઇશે.

(ગ) પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટના કોઇ ઉલ્લેખનો અથૅ નીચે પ્રમાણેના ઉલ્લેખો તરીકે કરવાનો રહેશે (૧) મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં તે વિસ્તારમાં હકૂમત ભોગવતા મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે (૨) બીજા કોઇ વિસ્તારના સબંધમાં તે વિસ્તાર હકૂમત ભોગવતા જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે

(ઘ) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના કોઇ ઉલ્લેખનો અથૅ મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં તે વિસ્તારના હકૂમત ભોગવતા ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે કરવો જોઇશે.

(૨) આ અધિનિયમમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅના કોઇ ઉલ્લેખનો અથૅ મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં તે વિસ્તારના મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોટૅના ઉલ્લેખ તરીકે કરવો જોઇએ

(૩) સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો આ અધીનિયમના આરંભ પહેલા પસાર થયેલા અધીનિયમમાંના નીચે જણાવેલાઉલ્લેખનો અથૅ તેના સબંધમાં દશૅ વેલ ઉલ્લેખ તરીકે કરવો જોઇએ.

(ક) પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટનો ઉલ્લેખ પ્રથમ વર્ગના

જયુડિશીયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે

(ખ) બીજા વગૅના કે ત્રીજા વર્ગના મેજિસ્ટ્રેટનો ઉલ્લેખ બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે

(ગ) પ્રેસીડન્સી મેજિસ્ટ્રેટ કે મુખ્ય પ્રેસીડન્સી મેજિસ્ટ્રેટનો ઉલ્લેખ અનુક્રમે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે

(ઘ) મેટ્રોપોલીટન વિસ્તારમાં સમાવિષ્ટ થયેલ કોઇ વિસ્તારનો ઉલ્લેખ તે મેટ્રોપોલીટન વિસ્તારના ઉલ્લેખ તરીકે અને તે વિસ્તારના સબંધમાં પ્રથમ વર્ગના કે બીજા વગૅના મેજિસ્ટ્રેટનો ઉલ્લેખ તે વિસ્તારમાં હકૂમત ભોગવતા મેજિસ્ટ્રેટ તરીકે

(૪) આ અધિનિયમ સિવાયના કોઇ કાયદા હેઠળ જયારે મેજિસ્ટ્રેટે કરવાના કાર્યો નીચે જણાવેલ પ્રકારની બાબતોને લગતા હોય ત્યારે તેના સબંધમાં દશૅાવેલ પ્રકારના મેજિસ્ટ્રેટે તે કરવાનો રહેશે.

(ક) જે બાબતમાં એવા પ્રકારના પુરાવાની સમીક્ષા કે છણાવટ કરવાની હોય અથવા એવા નિણૅયો ઉપર આવવાનુ હોય કે જેને લીધે કોઇ વ્યકિત શિક્ષા કે દંડ અથવા પોલીસ તપાસ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી થતા દરમ્યાન કસ્ટડીમાં અટકાયતને પાત્ર થાય અથાવ જે તેને કોઇ કોટૅ સમક્ષ ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવામાં પરિણામે ત્યારે તે કાર્યો આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને જયુડિશીયલ મેજિસ્ટ્રેટે કરવાનો રહેશે અથવા

(ખ) જે તે બાબતો લાઇસન્સ આપવા લાઇસન્સ મોકૂફ રાખવા કે રદ કરવા ફોજદારી કામ માટે મંજૂરી આપવા કે ફોજદારી કામ પાછ ખેચી લેવા જેવી વહીવટી કે કારોબારી પ્રકારની હોય તેને લગતા કાર્યો ઉપર જણાવ્યા મુજબ આધીન રહીને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટે કરવાના રહેશે."