
ભારતના ફોજદારી અધિનિયમ અને બીજા કાયદા હેઠળ ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી.
"(૧) ભારતના ફોજદારી અધિનીયમ હેઠળના તમામ ગુનાઓની પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી અને અન્ય કાયૅવાહી આ અધિનીયમમાં હવે પછી કરેલી જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે.
(૨) બીજા કોઇ કાયદા હેઠળના તમા ગુનાઓની પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી અને અન્ય કાયૅવાહી આજ જોગવાઇ અનુસાર પરંતુ એવા ગુનાની પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અન્ય પ્રકારની કાયૅવાહી કરવાની રીતે અથવા તેના સ્થળ સબંધી તે સમયે અમલમાં હોય તે અધીનિમયને આધીન રહીને કરવામાં આવશે."
Copyright©2023 - HelpLaw