
પ્રદેશિક વિભાગો
"(૧) દરેક રાજય એક અથવા એકથી વધુ સેશન્સ વિભાગોનુ બનશે અને આ અધિનિયમના હેતુઓ માટે દરેશ સેશન્સ વિભાગ એક અથવા એકથી વધુ જિલ્લાઓ બનશે પરંતુ દરેક મેટ્રોપોલીટન વિસ્તાર સદરહુ હેતુઓ માટે સેશન્સ વિભાગ અને જિલ્લો બનશે.
(૨) રાજય સરકાર હાઇકોટૅ સાથે વિચાર વિનમય કયૅ પછી તે વિભાગો અને જિલ્લાઓની હદ કે સંખ્યામાં ફેરફાર કરી શકશે. (૩) રાજય સરકાર હાઇકોટૅ સાથે વિચાર વિનિયમ કયૅ પછી કોઇ જિલ્લાના પેટા વિભાગો પાડી શકશે અને તે પેટા વિભાગોની હદ કે સંખ્યામાં ફેરફાર કરી શકશે.
(૪) આ અધિનિયમના આરંભ વખતે રાજયમાં વિધમાન હોય તે સેશન્સ વિભાગો જિલ્લા અને પેટા વિભાગો આ કલમ હેઠળ રચવામાં આવેલા ગણાશે."
Copyright©2023 - HelpLaw