
મેટ્રોપોલીટન વિસ્તારો
"(૧) રાજય સરકાર જાહેરનામાંથી એવુ જાહેર કરી શકશે કે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખથી રાજયના જે શહેર કે નગરની વસ્તી દસ લાખ કરતા વધુ હોય તે શહેર કે નગરનો વિસ્તાર આ અધિનિયમના હેતુઓ માટે મેટ્રોપોલીટન વિસ્તાર રહેશે.
(૨) આ અધિનિયમન આરંભથી મુંબઇ કલકતા અને મદ્રાસ એ દરેક પ્રેસિડન્સી શહેર અને અમદાવાદ શહેર પેટા - કલમ (૧) હેઠળ મેટ્રોપોલીટન વિસતાર તરીકે જાહેર થયેલ ગણાશે.
(૩) રાજય સરકાર જાહેરનામાથી મેટ્રોપોલીટન વિસ્તારની હદ વધારી ઘટાડી કે ફેરવી શકશે પરંતુ કોઇ વિસ્તારની વસ્તી દસ લાખ કરતા ઓછી થાય તે રીતે તેમા ઘટાડો કે ફેરફાર થઇ શકશે નહી.
(૪) મેટ્રોપોલીટન વિસ્તાર તરીકે જાહેર થયા પછી અથવા તેવા વિસ્તાર તરીકે જાહેર થયેલગણાતો હોય ત્યારે પછી તે વિસ્તારની વસ્તી દસ લાખ કરતા ઓછી થાય તો તે વિસ્તાર રાજય સરકાર જાહેરનામાથી આ અથૅ નિર્દિષ્ટ કરે તે તારીખે અને તે તારીખથી મેટ્રોપોલીટન વિસ્તાર તરીકે બંધ થશે પરંતુ એ રીતે બંધ થવા છતા તેમ થયાની તરત પહેલા એ વિસ્તારની કોઇ કોટૅ કે મેજિસ્ટ્રેટ સમક્ષની નિકાલ બાકી કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અપીલ એ વિસ્તાર એ રીતે બંધ થયેલ ન હોય તેમ આ અધિનિયમ હેઠળ ચાલુ રહેશે.
(૫) રાજય સરકાર કોઇ મેટ્રોપોલીટન વિસ્તારની હદ પેટા કલમ (૩) હેઠળ ઘટાડે કે ફેરવે ત્યારે એ ઘટાડા કે ફેરફારથી એ ઘટાડા કે ફેરફારની તરત પહેલા કોઇ કોટૅ અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ નિકાલ બાકી કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અપીલ તે ઘટાડો કે ફેરફાર ન થયેલ હોય તેમ આ અધિનિયમ હેઠળ ચાલુ રહેશે.
સ્પષ્ટીકરણ: આ કલમમાં વસ્તી એટલે જેના સંબંધિત આંકડા પ્રસિધ્ધ કરવામાં આવ્યા હોય તે છેલ્લી પાછલી ગણતરી વખતે નકકી થયા મુજબની વસ્તી."
Copyright©2023 - HelpLaw