
જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટો
"(૧) (મેટ્રોપોલીટન વિસ્તાર ન હોય) તેવા દરેક જિલ્લામાં રાજય સરકાર હાઇકોટૅ સાથે વિચાર વિનિમય કરીને જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેટલી અને તેવા સ્થળોએ પ્રથમ વગૅની કે બીજા વગૅની જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅ સ્થાપવામાં આવશે
(પરંતુ રાજય સરકાર હાઇકોટૅ સાથે વિચાર વિનિમય કયૉ પછી કોઇ ચોકકસ કેસ અથવા ચોકકસ વગૅના કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવા પ્રથમ વગૅની અથવા બીજા વગૅની જયુડિશિયલ મેજિસ્ટ્રેટની એક અથવા વુ ખાસ કોટો કોઇ પણ સ્થાનિક વિસ્તાર માટે સ્થાપી શકશે અને આવી કોઇ પણ ખાસ કોટૅ સ્થાપવામાં આવે ત્યારે સ્થાનિક વિસ્તારમાંની મેજિસ્ટ્રેટની બીજી કોઇ કોટૅને જે કોઇ પણ કેસ અથવા જે વગૅના કેસોની ઇન્સાફી કાયૅવાહી માટે આવી ખાસ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅ સ્થાપવામાં આવી હોય તેની ઇન્સાફી કાયૅવાહી કરવાની હકૂમત રહેશે નહી.)
(૨) એવી કોટૅના પ્રમુખ અધીકારીઓની નિમણૂક હાઇકોટૅ કરશે. (૩) હાઇકોટૅ પોતાને ઇષ્ટ અને જરૂરી જણાશે ત્યારે પ્રથમ વર્ગના કે બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટની સતા દીવાની કોટૅના ન્યાયાધીશ તરીકે કાયૅ કરતા રાજયની જયુડિશિયલ સેવામાંના કોઇ સભ્યને સોંપી શકશે."
Copyright©2023 - HelpLaw