સ્પેશિયલ જયુડિશિયલ મેજિસ્ટ્રેટો - કલમ -13

સ્પેશિયલ જયુડિશિયલ મેજિસ્ટ્રેટો

"(૧) હાઇકોટૅ કેન્દ્ર કે રાજય સરકાર તેમ કરવાની વિનંતી કરે તો સરકારની સતા નીચે ત્યારે કે અગાઉ હોદ્દો ધરાવનાર કોઇ વ્યકિતને (મેટ્રોપોલીટન વિસ્તાર સિવાયના કોઇ સ્થાનિક વિસ્તારમાં ચોકકસ કેસો અંગે અથવા ચોકકસ વગોના કેસો અંગે પ્રથમ વગૅ કે બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ) આ અધિનિયમથી કે તે હેઠળ અપાયેલી કે આપી શકાય તેવી તમામ કે કોઇ સતા આપી શકશે

પરંતુ હાઇકોટૅ નિયમોથી નિર્દિષ્ટ કરે તેવી કાનુની બાબતોને લગતી લાયકાત કે અનુભવ ન ધરાવનાર કોઇ વ્યકિતને એવી સતા આપી શકશે નહિ. (૨) એવા મેજિસ્ટ્રેટ સ્પેશિયલ જયુડિશિયલ મેજિસ્ટ્રેટો કહેવાશે અને હાઇકોટૅ સામાન્ય કે ખાસ હુકમથી ફરમાવે તેવી એકી વખતે વધુમાં વધુ એ વષૅની મુદત માટે તેમને નીમવાના રહેશે (૩) હાઇકોટૅ ખાસ જયુડિશિયલ મેજીસ્ટ્રેટને તેની સ્થાનિક હકૂમત બહારના કોઇ પણ મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની સતાઓ વાપરવાનો અધિકાર આપી શકશે"