
જયુડિશિયલ મેજિસ્ટ્રેટોની સતા નીચે હોવા બાબત
"(૧) દરેક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજની સતા નીચે રહેશે અને બીજા દરેક જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજના સામાન્ય નિયંત્રણને આધીન રહીને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની સતા નીચે રહેશે. (૨) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાની સતા નીચેના જયુડિશિયલ મેજિસ્ટ્રેટો વચ્ચેની કામકાજની ફાળવણી સબંધી વખતો વખત આ અધિનિયમ સાથે સુસંગત નિયમો અથવા ખાસ હુકમો કરી શકશે"
Copyright©2023 - HelpLaw