એકઝીમયુટીવ મેજિસ્ટ્રેટો
(૧) દરેક જિલ્લામાં અને દરેક મેટ્રોપોલીટન વિસ્તારમાં રાજય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલી વ્યકિતઓને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને તેમાની એકને તે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નીમશે.
(૨) રાજય સરકાર કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને તે મેજિસ્ટ્રેટને આ અધિનિયમ હેઠળની કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળની જિલ્લા મેજિસ્ટ્રેટની રાજય સરકાર આદેશ કરે તેવી સતા રહેશે.
(૩) જિલ્લા મેજિસ્ટ્રેટનો હોદ્દો ખાલી પડે તેને પરિણામે જિલ્લાનો વહીવટ કોઇ અધિકારી કામચલાઉ રીતે સંભાળે ત્યારે એ અધિકારી રાજય સરકારના હુકમ થતા સુધી આ અધિનિયમની જિલ્લા મેજિસ્ટ્રેટને સોપયેલ તમામ સતા વાપરશે અને ફરજો બજાવશે.
(૪) રાજય સરકાર કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને કોઇ પેટા વિભાગનો ચાર્જ સોપી શકશે અને જરૂર પડે ત્યારે તે ચાજૅમાંથી તેને મુકત કરી શકશે અને જેને પેટા વિભાગનો ચાર્જ સોપવામાં આવ્યો હોય તે મેજિસ્ટ્રેટ પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ કહેવાશે.
(૪-એ) રાજય સરકાર ખાસ અથવા સામાન્ય હુકમથી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને પેટા કલમ-૪ હેઠળ તેને યોગ્ય લાગે તેવા ખાસ અધિકારો નિયંત્રણ અને નિયમનના વિષય ઉપર કામ માટે સતા સોપી શકશે.
(૫) કોઇ મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં તે સમયે અમલમાં હોય તેવા કોઇ પણ કાયદા હેઠળ કમિશનરને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની તમામ કે કોઇ સતા સોંપવામાં આ કલમના કોઇ મજકૂરથી રાજય સરકારને બાધ આવશે નહિ."
Copyright©2023 - HelpLaw