પબ્લિક પ્રોસિકયુટર - કલમ:24

પબ્લિક પ્રોસિકયુટર

(૧) દરેક હાઇકોટૅ માટે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર હાઇકોટૅ સાથે વિચાર વિનિમય કયૅ પછી એવી કોટૅમાં યથાપ્રસંગ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર વતી કોઇ ફોજદારી કામ અપીલ કે બીજી કાયૅવાહી ચલાવવા માટે પબ્લિક પ્રોસિકયુટર નીમશે અને એક અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટરો પણ નીમી શકશે.

(૨) કેન્દ્ર સરકાર કોઇ પણ કેસ અથવા વોના કેસ ચલાવવાના હેતુ માટે કોઇ પણ જિલ્લા અથવા સ્થાનિક વિસ્તારમાં એક કે તેથી વધુ વધારાના પબ્લિક પ્રોસિકયુટર નીમી શકશે

(૩) દરેક જિલ્લા માટે રાજય સરકાર પબ્લિક પ્રોસિકયુટર નીમશે અને તે જિલ્લા માટે એક કે તેથી વધુ પબ્લિક પ્રોસિકયુટરો પણ નીમી શકશે, પરંતુ એક જિલ્લા માટે નીમાયેલા પબ્લિક પ્રોસિકયુટર કે વધારાના પબ્લિક પ્રોસિકયુટરોને બીજા જિલ્લા માટે યથાપ્રસંગ પબ્લિક પ્રોસિયુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટરો તરીકે પણ નીમી શકશે

(૪) જિલ્લા મેજિસ્ટ્રેટ સેશન્સ જજ સાથે વિચાર વિનિયમ કરીને મુજબ જેઓ તે જિલ્લા માટે પબ્લિક પોતાના અભિપ્રાય પ્રોસિકયુટર કે વધારાના પબ્લિક પ્રોસિકયુટરો તરીકે નીમવાને લાયક હોય તે વ્યકિતઓના નામોની યાદી તૈયાર કરશે.

(૫) પેટા કલમ (૪) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટે તૈયાર કરેલી નામોની યાદીમાં જેનુ નામ ન હોય તે કોઇ વ્યકિતને રાજય સરકાર કોઇ જિલ્લા માટે પબ્લિક પ્રોસિકયુટર કે વધારાના પબ્લિક પ્રોસિકયુટર તરીકે નીમી શકશે નહી.

(૬) પેટા કલમ (૫) માં ગમે તે મજકુર હોય તે છતા કોઇ રાજયમાં કામ ચલાવનાર અધીકારીઓની નિયમિત કેડર અસ્તિત્વમાં હોય ત્યારે રાજય સરકાર એવી કેડર રચતી વ્યકિતઓમાંથી જ પબ્લિક પ્રોસિકયુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટર નીમશે,પરંતુ રાજય સરકારના અભિપ્રાય મુજબ એવી નિમણૂક માટે એવી કેડરમાં યોગ્ય વ્યકિત ઉપલબ્ધ ન હોય ત્યારે તે સરકારસરકાર પેટા કલમ (૪) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટે તૈયાર કરેલ નામની યાદીમાંથી પબ્લિક પ્રોસિકયુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટર તરીકે કોઇ વ્યકિતને નીમી શકશે.

સમજૂતી આ પેટા કલમના ઉપયોગ માટે.

(અ) નિયમિત માળખાના પ્રોસીકયુટીંગ અધિકારી એટલે નિયમિત માળખાના પ્રોસીકયુટીંગગ અધીકારી કે જેમા પબ્લીક પ્રોસીકયુટરના નામથી ઓળખાતા કોઇપણ અને જેઓ બઢતીથી આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નામથી ઓળખાય તેવી જગ્યા.

(બ) પ્રોસીકયુટીંગ ઓફીસર એટલે કે એવી વ્યકિત કે જે કોઇ પણ નામથી ઓળખાતી હોય નિમણૂક પબ્લીક પ્રોસીકયુટરના કાયૅ કરવા થયેલ હોય વધારાના પબ્લીક પ્રોસીકયુટર અથવા મદદનીશ પબ્લીક પ્રોસીકયુટર આ કાયદા મુજબ ગણાશે.

(૭) જેણે ઓછામાં ઓછા સાત વષૅ સુધી એડવોકેટ તરીકે વકીલાત કરી હોય તે વ્યકિત જ પેટા કલમ.

(૮) કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર કોઇ કેસ કે વગૅના કેસો માટે જેણે ઓછામાં ઓછા દસ વષૅ સધી વકીલાત કરી હોય તે એડવોકેટને સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નીમી શકાશે. પરંતુ એમ જોગવાઇ કરવામાં આવે છે કે આરોપીને આ પેટા કલમ હેઠળ તેની સામે થયેલી ફોજદારીમાં ફરિયાદ પક્ષને મદદ કરવા માટે એની પસંદગીનો ધારાશાસ્ત્રી રોકવાની પરવાનગી અદાલત આપી શકે છે.

(૯) પેટા કલમ (૭) અને પેટા કલમ (૮) ના હેતુઓ માટે જે મુદત દરમ્યાન કોઇ વ્યકિત પ્લીડર તરીકે વકીલાત કરતી હોય અથવા (આ અધિનિયમના આરંભ પહેલા કે પછી) પબ્લિક પ્રોસિકયુટર તરીકે અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટર તરીકે અથવા મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર તરીકે અથવા ગમે તે નામે ઓળખાતા બીજા કામ ચલાવનારા અધિકારી તરીકે સેવા બજાવતી હોય તે મુદત જે મુદત દરમ્યાન એવી વ્યકિત એડવોકેટ તરીકે વકીલાત કરતી હોય તે મુદત છે એમ ગણાશે."