પ્રોસીકયુશન નિયામકની કચેરી - કલમ :25 ક

પ્રોસીકયુશન નિયામકની કચેરી

(૧) રાજય સરકાર ફરિયાદપક્ષના નિયામકની બનેલી ફરિયાદપક્ષની કચેરીની સ્થાપના કરશે અને તેમા તેમને યોગ્ય લાગે તેટલા ફોજદારી ગુના માટે કામ ચલાવનાર નિયામક અને નાયબ ફોજદારી ગુના માટે કામ ચલાવનાર નાયબ નિયામકો રાખી શકશે

(૨) વ્યકિત ફરિયાદપક્ષના નિયામક કે મદદનીશ ફરિયાદપક્ષના નિયામક તરીકે નિમણુક માટે લાયક થશે જો તેઓ ઓછામાં ઓછા ૧૦ વષૅ એડવોકેટ તરીકે વ્યવસાય કરતા હોય અને નિમણૂક હાઇકોટૅના મુખ્ય ન્યાયમુર્તિની

સહમતિ સલાહથી કરવામાં આવશે

(૩) ફરિયાદપક્ષની કચેરીના વડા ફરિયાદપક્ષના નિયામક ગણાશે જેઓ રાજયના ગૃહખાતાના વડાના વહીવટી અંકુશ હેઠળ કાયૅ કરશે

(૪) દરેક મદદનીશ ફરિયાદપક્ષના નિયામક ફરિયાદપક્ષના નિયામકના તાબા હેઠળ ગણાશે

(૫) કલમ ૨૪ની પેટા કલમ (૮) અથવા કિસ્સા પ્રમાણે પેટા કલમ (૧) હેઠળ રાજય સરકાર દ્રારા દરેક પબ્લિક પ્રોસીકયુટર વધારાના પબ્લિક પ્રોસીકયુટર અને ખાસ પબ્લિક પ્રોસીકયુટરની નિમણૂક હાઇકોટૅમાં કેસો ચલાવવા માટે કરવામાં આવશે જેઓ ફરિયાદ પક્ષના નિયામકના તાબા હેઠળ ગણાશે

(૬) કલમ ૨૪ની પેટા કલમ (૮) અથવા કિસ્સા પ્રમાણે પેટા કલમ (૩) હેઠળ રાજય સરકાર દ્રારા દરેક પબ્લિક પ્રોસીકયુટર વધારાના પબ્લિક પ્રોસીકયુટર અને ખાસ પબ્લિક પ્રોસીકયુટરની નીમવામાં આવેલ દરેક મદદનીશ પબ્લિક પ્રોસીકયુટર ફરિયાદપક્ષના મદદનીશ નિયામકના તાબા હેઠળ ગણાશે

(૭) ફરિયાદપક્ષના નિયામક અને ફરિયાદપક્ષના નિયામકની સતાઓ અને ફરજો અને વિસ્તાર કે જે માટે દરેક મદદનીશ ફરિયાદપક્ષના નિયામક નિમણુક કરવામાં આવી છે રાજય સરકાર જાહેરનામામાં જાહેર કરેલા તેવા રહેશે

(૮) રાજયના એડવોકેટ જનરલ જયારે પબ્લિક પ્રોસકયુટર તરીકે કાર્યો કરતા હોય ત્યારે આ કલમની જોગવાઇઓ તેમને લાગુ નહિ પડે"