મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર
(૧) રાજય સરકાર દરેક જિલ્લામાં મેજિસ્ટ્રેટની કોૌમાં કામ ચલાવવા માટે એક કે તેથી વધુ પબ્લિક પ્રોસિયુટરની નિમણૂક કરશે
(૧-ક) કેન્દ્ર સરકાર મેજિસ્ટ્રેટોની કોર્ટોમાં કોઇપણ કેસ અથવા વર્ગોના કેસ ચલાવવાના હેતુ માટે એક કે તેથી વધુ મદદનીશ પબ્લિક પ્રોસિકયુટરો નીમી શકશે
(૨) પેટા કલમ (૩) માં અન્યથા જોગવાઇ કીર હોય તે સિવાય કોઇ પોલીસ અધિકારી મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નીમવાને પાત્ર થશે નહિ.
(૩) કોઇ ખાસ કેસ માટે કોઇ મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર કામ કરી શકે તેમ ન હોય ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ તે કેસનુ કામ સંભાળવા માટે કોઇ વ્યકિતને મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નીમી શકશે પરંતુ કોઇ પોલીસ અધીકારીને નીચેના સંજોગોમાં એવી રીતે નીમી શકાશે નહી
(ક) જેના સબંધમાં આરોપી સામે કોજદારી કામ ચલાવવામાં આવી રહયુ હોય તે ગુનાની તપાસમાં તેણે ભાગ લીધો હોય તો અથવા (ખ) જો તે ઇન્સ્પેકટરથી ઊતરતા દરજજાનો હોય તો
Copyright©2023 - HelpLaw