
ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર કોટૅૌ
"અધિનિયમની બીજી જોગવાઇઓને આધીન રહીને
(અ) ભારતના ફોજદારી અધિનિયમ હેઠળના ગુનાની ઇન્સાફી કાયૅવાહી નીચેની કોટૅ કરી શકશે
(૧) હાઇકોટૅ અથવા (૨) સેશન્સ કોટૅ અથવા (૩) પહેલી અનુસૂચિમાં દશાવ્યા પ્રમાણે આવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકે એવી અન્ય કોટૅ. પરંતુ એમ જોગવાઇ કરવામાં આવે છે કે ઇન્ડિયન પેનલ કોડની કલમ ૩૭૬ તથા કલમ ૩૭૬-એ થી ૩૭૬-ડી અથવા ૩૭૬-ઇ માં જણાવેલા ગુનાઓમાંથી ગમે તે ગુનાની સમીક્ષા બને ત્યાં સુધી જયાં મહિલા જજ ચેરપરસન હોય તેવી અદાલતથી કરવામાં આવશે. (બ) બીજા કોઇ કાયદા હેઠળ કોઇ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવા માટે તે કાયદામાં કોઇ કોટૅનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે તે કોટૅ તે કરવી જોઇશે અને જયારે એવી કોટૅનો ઉલ્લેખ ન હોય ત્યારે નીચેની કોટૅ ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.
(૧) હાઇકોટૅ અથવા (૨) પહેલી અનુસૂચિમાં દશાવ્યા પ્રમાણે આવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકશે એવી અન્ય કોટૅ."
Copyright©2023 - HelpLaw