
બાળ ગુનેગારોની બાબતમાં હકૂમત
મોતની કે જન્મટીપની શિક્ષાને પાત્ર ગુના સિવાયનો કોઇ ગુનો કરનાર વ્યકિતની ઉમર જે તારીખ કોટૅ સમક્ષ તે હાજર થાય અથવા તેને હાજર કરવામાં આવે તે તારીખે તે સોળ વર્ષથી ઓછી હોય તો તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅ અથવા બાળક અધિનિયમ ૧૯૬૦ હેઠળ કે બાળ ગુનેગારો પ્રત્યેના વ્યવહાર તેમની તાલીમ અને પુનઃ સ્થાપન માટે જોગવાઇ કરતા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળ ખાસ સતા ધરાવનાર કોટૅ કરી શકશે.
Copyright©2023 - HelpLaw