હાઇકોટૌ અને સેશન્સ જજ ફરમાવી શકે તે સજા - કલમ:28

હાઇકોટૌ અને સેશન્સ જજ ફરમાવી શકે તે સજા

"(૧) હાઇકોટૅ કાયદા અનુસારની કોઇ પણ સજા ફરમાવી શકશે.

(૨) સેશન્સ જજ અથવા વધારાના સેશન્સ જજ કાયદા અનુસારની કોઇ પણ સાજ ફરમાવી શકશે પરંતુ એવા કોઇ ન્યાયાધીશે ફરમાવેલી મોતની સજા હોઇકોટૅની બહાલીને આધીન રહેશે.

(૩) મદદનીશ સેશન્સ જજ મોતની અથવા જન્મટીપની અથવા દસ વષૅ કરતા વધુ મુદતની કેદ સિવાયની કાયદા અનુસારની કોઇ પણ સજા ફરમાવી શકશે."