મેજિસ્ટ્રેટો ફરમાવી શકે તે સજા - કલમ:29

મેજિસ્ટ્રેટો ફરમાવી શકે તે સજા

"(૧) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅ મોત કે જન્મટીપ કે સાત વષૅ કરતા વધુ મુદતની કેદ એ સજાઓ સિવયાની કાયદા અનુસારની સજા ફરમાવી શકશે.

(૨) પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટની કોટૅ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા વધુમાં વધુ (દસ હજાર રૂપિયા) સુધીના દંડની સજા અથવા બંને સજા ફરમાવી શકશે.

(૩) બીજા વગૅના મેજિસ્ટ્રેટની કોટૅ વધુમાં વધુ એક વષૅ સુધીની કેદની અથવા વધુમાં વધુ (દસ હજાર રૂપીયા) સુધીના દંડની સજા અથવા બંને સજા ફરમાવી શકશે.

(૪) ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોટૅને ચીફ જયુડિશયલ મેજિસ્ટ્રેટની કોટૅની સતા રહેશે અને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોટૅને પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટની કોટૅની સતા રહેશે."