
દંડ ન ભરાય તો કેદની સજા બાબત
"(૧) દંડ ન ભરવામાં આવે તો મેજિસ્ટ્રટની કોટૅ તે માટે કાયદા અનુસારની મુદત સુધીની કેદની સજા ફરમાવી શકશે.પરંતુ ફરમાવેલી કેદની મુદત નીચે જણાવ્યા કરતા વધુ હોઇ શકશે નહી.
(ક) કલમ ૨૯ હેઠળ તે મેજિસ્ટ્રેટને ફરમાવવાની સતા હોય તે મુદત.
(ખ) મુખ્ય સજામાં કેદની સજા ફરમાવી હોય ત્યારે દંડ ભરવામાં ન આવે તે માટે મેજિસ્ટ્રેટ ફરમાવી શકે તે સિવાયની મેજિસ્ટ્રેટને તે ગુના માટે જેટલી કેદની સજા ફરમાવવાની સતા હોય તે મુદતનો ચો ભાગ.
(૨) આ કલમ હેઠળ ફરમાવેલી કેદની સજા કલમ ૨૯ હેઠળ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ મુદતની કેદની મુખ્ય સજા ફરમાવી શકે તે ઉપરાંતની હોઇ શકશે."
Copyright©2023 - HelpLaw