એક જ ઇન્સાફી કાયૅવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે સાજા - કલમ:31

એક જ ઇન્સાફી કાયૅવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે સાજા

"(૧) એક જ ઇન્સાફી કાયૅવાહીમાં કોઇ વ્યકિત બે અથવા તેથી વધુ ગુના માટે દોષિત ઠરે તો તે કોટૅ ભારતના ફોજદાર અધિનિયમની કલમ ૭૧ ની જોગવાઇઓને આધીન રહીને તેને તે ગુનાઓ માટે ઠરાવેલી અને પોતાને જે કરવાની કાયદેસર સતા હોય તેવી જુદી જુદી શિક્ષાઓની સજા કરી શકશે એવી શિક્ષાઓ કેદની હોય ત્યારે તે એકી સાથે ભોગવવાનુ કોટૅ ફરમાવ્યુ ન હોય તો કોટૅ ફરમાવે તે ક્રમમાં એક પૂરી થઇ રહયા પછી બીજી શરૂ થશે.

(૨) સજા એક પછી એક ભોગવવાની હોય ત્યારે એક જ ગુનો સાબિત થયે જ શિક્ષા કાયદેસર રીતે કરી શકાય તેના કરતા જુદા જુદા ગુનાઓની એકંદર શિક્ષા વધુ હોવાને કારણે જ ગુનેગારને ઉપલી કોટૅ સમક્ષ ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવાનુ કોટૅને જરૂરી થશે નહી. પરંતુ

(ક) એ વ્યકિતને ચૌદ વષૅથી વધુ મુદત સુધીની કેદની સજા કયારેય ફરમાવી શકાશે નહી.

(ખ) કુલ શિક્ષા એકજ ગુના માટે જેટલી શિક્ષા કરવાની કોટૅની સતા હોય તેનાથી બમણીથી વધુ થઇ શકશે નહી. (૩) દોષિત ઠરેલ વ્યકિતની અપીલના હેતુ માટે તેને અ કલમ હેઠળ કરેલી એક પછી ભોગવવાની કુલ સજા એક જ સજા ગણાશે."