નિમાયેલા અધિકારીઓની સતા - કલમ:33

નિમાયેલા અધિકારીઓની સતા

કોઇ સમગ્ર સ્થાનિક વિસ્તારમાં આ અધિનિયમ મુજબ જેને કોઇ સતા હાઇકોટૅ કે રાજય સરકારે આપી હોય અને જે સરકારી નોકરીમાં કોઇ હોદૃો ધરાવી રહેલ હોય તે વ્યકિતને તે જ રાજય સરકારની હેઠળના તેવા જ સ્થાનિક વિસ્તારમાં તેવા જ પ્રકારના સમકક્ષ અથવા તેથી ઊંચા હોદ્દા પર નીમવામાં આવે ત્યારે યથા પ્રસંગ હાઇકોટૅ કે રાજય સરકાર તરફથી બીજી રીતે આદેશ આપવામાં આવે કે અપીલ હોય તે સિવાય જે વિસ્તારમાં તેની એ રીતે નિમણૂંક થઇ હોય તેમાં તે એ જ સતા વાપરશે