અનુગામી હોદ્દેદારોથી વાપરી શકાય તેવી જજ અને મેજિસ્ટ્રેટની સતા - કલમ:35

અનુગામી હોદ્દેદારોથી વાપરી શકાય તેવી જજ અને મેજિસ્ટ્રેટની સતા

"(૧) આ અધિનિયમની બીજી જોગવાઇઓને આધીન રહીને કોઇ જજ કે મેજિસ્ટ્રેટની સતા અને ફરજો તેના અનુગામી હોદ્દેદારો વાપરી શકશે કે બજાવી શકશે.

(૨) કોઇ વધારાના કે મદદનીશ સેશન્સ જજના અનુગામી હોદ્દેદાર કોણ છે એ વિશે શંકા હોય ત્યારે સેશન્સ જજ આ અધિનિયમના અથવા તે હેઠળની કોઇ કાયૅવાહી કે હુકમના હેતુઓ માટે એવા વધારાના મદદનીશ સેશન્સ જજના અનુગામી હોદ્દેદાર તરીકે કયાં ન્યાયાધીશને ગણવા તે લેખિત હુકમ કરીને નકકી કરશે.

(૩) કોઇ મેજિસ્ટ્રેટના અનુગામી હોદ્દેદાર કોણ છે એ વિશે શંકા હોય ત્યારે યથાપ્રસંગ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ આ અધિનિયમયના અથવા તે હેઠળની કોઇ કયૅવાહી કે હુકમના હુતુઓઓ માટે એવા મેજિસ્ટ્રેટના અનુગામી હોદ્દેદાર તરીકે કયાં મેજિસ્ટ્રેટને ગણવા તે લેખિત હુકમ કરીને નકકી કરશે."