
લોકો કેટલાક ગુનાની માહિતી આપવા બાબત
"(૧) ભારતના ફોજદારી અધિનિયમ ની નીચેની કલમો પૈકીની કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુન્હો થયાની અથવા તે કરવાના અન્ય કોઇ વ્યકિતના ઇરાદાની જેને માહિતી હોય તે દરેક વ્યકિતએ વાજબી કારણ ન હોય તો તે ગુનો થયાની કે એવા ઇરાદાની નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને તરત ખબર આપવી જોઇશે સદરહુ
વાજબી કારણ સાબિત કરવાનો બોજો એ રીતે માહિતગાર વ્યકિત ઉપર રહેશે
(૧) કલમો ૧૨૧ થી ૧૨૬ બંને સહિત અને કલમ ૧૩૦ (એટલે કે સદરહુ અધિનિયમ પ્રકરણ ૬માં નિર્દિષ્ટ કરેલ રાજય વિરૂધ્ધના ગુન્હા)
(૨) કલમો ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૭ અને ૧૪૮ (એટલે કે સદરહુ અધિનિયમ પ્રકરણ ૮માં નિર્દિષ્ટ કરેલ જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધના ગુન્હા)
(૩) કલમો ૧૬૧ થી ૧૬૫-ક બંને સહિત (એટલે કે ગેરકાયદેસર લાભને લતા ગુન્હા)
(૪) કલમો ૨૭૨થી ૨૭૮ બંને સહિત (એટલે કે ખાવા પીવાની વસ્તુ અને ઔષધી વગેરેમાં ભેળસેળને લગતા ગુના)
(૫) કલમો ૩૦૨ ૩૦૩ અને ૩૦૪ (એટલે કે માનવ જીવનને અસરકરતા ગુન્હા) પ-ક કલમ ૩૬૪-ક મુકિત અંગે અપહરણ
(૬) કલમ ૩૮૨ (એટલે કે ચોરી કરવા માટે મૃત્યુ નિપજાવવાની વ્યથા કરવાની અથવા અવરોધ કરવાની તૈયારી કરીને ચોરીનો ગુન્હો)
(૭) કલમો ૩૯૨ થી ૩૯૯ બંને સહિત અને કલમ ૪૦૨ (એટલે કે લૂંટ અને ધાડના ગુન્હા)
(૮) કલમ ૪૦૯ (એટલે કે રાજય સેવક વગેરે એ ગુનાહિત વિશ્ર્વાસઘાત કરવાને લગતા ગુન્હા)
(૯) કલમો ૪૩૧ થી ૪૩૯ બંને સહિત (એટલે કે મિલકત વિરૂધ્ધના બગાડના ગુન્હા)
(૧૦) કલમો ૪૪૯ અને ૪૫૦ (એટલે કે ગૃહ-અપ પ્રવેશના ગુન્હા) (૧૧) કલમો ૪૫૬ થી ૪૬૦ બંને સહિત (એટલે કે ગુપ્ત ગૃહ અપ પ્રવેશના ગુન્હા)
(૧૨) કલમો ૪૮૯-કથી ૪૮૯-ચ બંને સહિત (એટલે કે ચલણી નોટો અને બેન્ક નોટોને લગતા ગુન્હા)
(૨) આ કલમના હેતુ માટે ગુનો એ શબ્દમાં જે કૃત્ય ભારતમાં કરવામાં આવ્યુ હોય તો ગુનો બને એવા ભારત બહારના કોઇ સ્થળે કરેલા કૃત્યનો સમાવેશ થાય છે."
Copyright©2023 - HelpLaw