ગામનુ કામ કરનાર અધિકારીઓની કેટલાક રિપોટૅ કરવાની ફરજ
"(૧) ગામનુ કામ કરનાર દરેક અધિકારી અને ગામમાં રહેનાર દરેક વ્યકિતએ નીચેની બાબતો વિશે તેની પાસે જે માહિતી હોય તે નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી એ બેમાંથી જે વધુ નજીક હોય તેને તરત જ જણાવવી જોઇશે.
(એ) તે ગામમાં ચોરીનો માલ રાખનાર અથવા વેચનાર કોઇ નામચીન વ્યકિતના કાયમી કે કામચલાઉ નિવાસ વિશે.
(બી) કોઇ વ્યકિત ઠગ લૂટારુ નાસી છુટેલ કેદી કે દોષિત ગુનેગાર હોવાની પોતાને જાણ હોય અથવા પોતાને એવો વાજબી રીતે શક હોય તે વ્યકિતના તે ગામમાં કોઇ જગ્યાએ આવવા વિશે અથવા તે ગામમાં થઇને પસાર થવા વિશે.
(સી) તે ગામમાં અથવા તેની નજીકમાં બિન જામીની ગુનો અથવા ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૧૪૩ કલમ ૧૪૪ કલમ ૧૪૫ કલમ ૧૪૭ અથવા કલમ ૧૪૮ હેઠળ શિક્ષાને પાત્ર થયેલા ગુના વિશે કે તે કરવાના ઇરાદા વિશે.
(ડી) તે ગામમાં કે તેની નજીકમાં અચાનક કે અકુદરતી કે શંકાસ્પદ સંજોગોમાં થયેલ કોઇ મૃત્યુ વિશે અથવા તે રીતે મૃત્યુ થવાની વાજબી શંકા આવે એવા સંજોગોમાં કોઇ શબ કે તેનો કોઇ ભાગ તે ગામમાં અથવા તેની નજીકમાં મળી આવ્યા વિશે અથવા કોઇ વ્યકિતના સબંધમાં બિન જામીની ગુનો કરવામાં આવ્યો હોવાની વાજબી શંકા આવે એવા સંજોગોમાં તે ગામમાંથી તે વ્યકિતના ગુમ થવા વિશે.
(ઇ) ભારતમાં થયુ હોય તો ભારતના ફોજદારી અધિનિયમ ની કલમો ૨૩૧ થી ૨૩૮ (બંને સહિત) ૩૦૨ ૩૦૪ ૩૮૨ ૩૯૨ થી ૩૯૯ (બંને સહિત) ૪૦૨૪૩૫૪૩૬ ૪૪૯ ૪૫૦ ૪૫૭ થી ૪૬૦ (બંને સહિત) ૪૮૯-ક ૪૮૯-ખ ૪૮૯-ગ અને ૩૮૯-ઘ પૈકી કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો બને એવુ કોઇ કૃત્ય તે ગામની નજીક આવેલી ભારત બહારની કોઇ જગ્યાએ થવા વિશે અથવા તે કરવાના ઇરાદા વિશે.
(એફ) વ્યવસ્થા જાળવવાનો અથવા ગુના અટકાવવાને જાનમાલની સલામતીને સંભવત અસર કરે તેવી જે બાબત અંગે રાજય સરકારની પૂવૅ મંજૂરીથી જિલ્લા મેજિસ્ટ્રેટ સામાન્ય કે ખાસ હુકમથી તેને ખબર આપવાનુ ફરમાવ્યુ હોય તે બાબત વિશે.
(૨) આ કલમમાં
(૧) ગામ એ શબ્દમાં ગામની સીમનો સમાવેશ થાય છે.
(૨) દોષિત ગુનેગાર એ શબ્દોમાં ભારતના જે પ્રદેશને આ અધિનિયમ લાગુ પડતો ન હોય તે પ્રદેશ માંની કોઇ કોટૅ કે સતાધિકારીએ કૃત્ય ભારતમાં કર્યું હોત તો ભારતના ફોજદારી અધિનિયમ ની નીચેની કલમો પૈકી કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર થાત તેવા કૃત્ય અંગે ગુનેગાર તરીકે ઘોષિત કરેલ વ્યકિતનો સમાવેશ થાય છે કલમો ૩૦૨ ૩૦૪ ૩૮૨ ૩૯૨ થી ૩૯૯ (બંને સહિત) ૪૦૨ ૪૩૫ ૪૩૬ ૪૪૯ ૪૫૦ અને ૪૫૭ થી ૪૬૦ (બંને સહિત). (૩) ગામનુ કામ કરનારા અધિકારી એ શબ્દનો અથૅ ગામની પંચાયતનો સભ્ય એવો થાય છે અને તેમાં ગામના વહીવટને લગતુ કોઇ કાયૅ બજાવવા નિમાયેલા દરેક અધિકારી અથવા અન્ય વ્યકિતનો સમાવેશ થાય છે."
Copyright©2023 - HelpLaw