ધરપકડ કરનાર અધિકારીની ફરજો અને ધરપકડની પ્રક્રિયા - કલમ:41બી

કલમ:૪૧બી

ધરપકડ કરનાર અધિકારીની ફરજો અને ધરપકડની પ્રક્રિયા

"દરેક પોલીસ અધિકારીએ ધરપકડ કરતી વેળાએ (એ) દરેક પોલીસ અધિકારીએ એની સરળ ઓળખ માટે એના નામની ઓળખ ધારણ કરવી પડશે

(બી) એણે ધરપકડ માટેનુ એક વોરંટ તૈયાર કરવુ પડશે (૧) જેમા ધરપકડ કરાયેલી વ્યકિતના કુટુંબમાંથી ઓછામાં ઓછા એક સાક્ષીએ સહી કરવાની રહેશે અથવા ધરપકડ જયાં કરાઇ છે તે જગાની કોઇ મોભાદાર વ્યકિતએ સાક્ષી કરવાની રહેશે

(૨) ધરપકડ કરાયેલી વ્યકિતથી પ્રતિહસ્તાક્ષર (સામી સહી) કરાવાના રહેશે

(સી) જો મેમોરન્ડમમાં એના કુટુંબની કોઇ વ્યકિતએ સહી ન કરી હોય તો ધરપકડ કરાયેલી વ્યકિતને એમ જણાવાશે કે એની ધરપકડના સમાચાર તે એના કોઇ સગાને કે એના મિત્રને પહોચાડવાને હકદાર છે