પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેની નોટિશ - કલમ: 41એ

પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેની નોટિશ

"(૧) કલમ ૪૧(૧) હેઠળ જેની ધરપકડ કરવાની નથી તેવા દરેક કિસ્સામાં આવી વ્યકિત કે જેની સામે વાજબી ફરિયાદ કરવામાં આવી છે તેને અથવા જેની સામે ખાતરી લાયક માહિતી મળી છે અથવા તેની બાબતમાં તેને કલમ ૪૧(૧) હેઠળ એચ નોટિશઆપીને એમ સૂચના આપશે કે તેણે એની સમક્ષ હાજર થવુ અથવા નોટિશમાં દશૅાવેલ અન્ય કોઇ સ્થળે હાજર થવા માટે આદેશ આપશે

(૨) જયારે આવી નોટિશ કોઇ વ્યકિત સામે કાઢવામાં આવે ત્યાં એ નોટિશનો અમલ કરવાની ફરજ તે વ્યકિતની છે

(૩) જયાં આવી વ્યકિત એ નોટિશ નો અમલ કરે અને અમલ કરવાનુ ચાલુ રાખે ત્યાં એવી વ્યકિતને નોટિશમાં દશૅાવેલા ગુના બાબતમાં કે પોલીસ ઓફિસરના અભિપ્રાય મુજબ એવી વ્યકિતને કેદ કરવીજ જોઇએ એમ હોય અને એવા કારણો એણે લેખિતમા કાયૅ । હોય કેદ કરાશે નહિ સિવાય

(૪) જયાં આવી વ્યકિત નોટિશમાં જણાવેલી શરતોનુ પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યાં એવી વ્યકિતને નોટિશમાં જણાવેલા ગુના માટે કેદ કરવાનુ પોલીસ અધિકારી માટે કાયદેસરનુ બનશે અને આ બાબતમાં સક્ષમ અધીકારીએ જે આદેશો કાર્યો હોય તેને આધીન રહેશે"