વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસનો અધીકાર
"(૧) કોઇપણ પોલીસ અધીકારી મેજિસ્ટ્રેટ હુકમ વિના અને વગર વોરંટે નીચે જણાવેલ વ્યકિતઓને પકડી શકશે
૧) પોલીસ ઓફિસરની રૂબરૂમાં પોલીસ અધિકારનો અપરાધ કરે (બી) જેની સામે કોઇ વાજબી ફરિયાદ કરાઇ છે અથવા એવી ખાતરી લાયક માહિતી મળી છે અથવા વાજબી શંકા પેદા થઇ છે કે તેણે પોલીસ અધિકારનો એવો અપરાધ કરેલો છે કે જેની સજા ૭ વષઘથી ઓછા સમયની હોય અથવા જે દંડ સાથે કે દંડ વિના સાત વષૅ સુધી લંબાવી શકાય તેવી હોય અને જે નીચેની શરતો પરિપૂણૅ થતી હશે તો જેવી કે
(૧) આવી ફરિયાદને આધારે પોલીસ અધિકારીને એમ સંતોષ થાય કે આમ ધરપકડ કરવી જરૂરી છે (કે જેથી)
(૨) (એ) આવી વ્યકિત બીજો વધુ ગુનો કરતા અટકે અથવા
(બી) ગુનાની યોગ્ય તપાસ કરવા માટે અથવા
(સી) આવી વ્યકીત ગુનાનો પુરાવો છુપાવી ન દે તેમ કરતો તેને અટકાવવા માટે અથવા પુરાવા સાથે તે કોઇપણ પ્રકારના ચેડા ન કરે તે માટે (ડી) જે વ્યકિત કેશની હકીકતથી માહિતગાર છે તેને અદાલત સમક્ષ અથવા પોલીસ અધિકારી સમક્ષ આવી હકીકતો ખુલ્લી ન કરે તે માટે તેને કોઇ લાલચ ધમકી અથવા વચન આપે તો અટકાવવા માટે અથવા (ઇ) સિવાય કે આવી વ્યકિતને કેદ કરવામાં ન આવે તો જયારે તેની હાજરીની અદાલતમાં જરૂર પડે ત્યારે હાજરી નિશ્ર્ચત કરી ન શકાય એમ હોય અને આવી ધરપકડ કરતી વેળાએ પોલીસ અધિકારીએ ધરપકડના કારણોની લેખિત રીતે નોંધ કરશે
૨- (પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે પોલીસ ઓફીસર દ્રારા વ્યકિતની ધરપકડ કરવાની જરૂર જણાય નહીં તેવા પ્રસંગે સદર પેટા કલમની જોગવાઇ હેઠળ વ્યકિતની ધરપકડ નહીં કરવા માટેના કારણોની લેખિત નોંધ કરવી જોઇશે)
(બીએ) જેની સામે એવી ખાતરી લાયક માહિતી મળી છે કે તેણે પોલીસ અધિકારનો એવો અપરાધ કર્યો છે કે જેની સજા સતા વષૅ સુધીના સમય માટે લંબાવી શકાય તેવી હોય પછી તે દંડ સાથેની હોય કે દંડ વિનાની અથવા તેવી સજા મૃત્યુદંડ હોય અને પોલીસ અધિકારીને એણે પ્રાપ્ત કરેલી માહિતી પ્રમાણે એમ માનવાને કારણ હોય કે આવી વ્યકિતએ એ અપરાધ કર્યો છે.
(સી) આ અધિનિયમ હેઠળ અથવા રાજય સરકારના હુકમ હેઠળ જે ઘોષિત ગુનેગાર હોય તે વ્યકિત અથવા
(ડી) ચોરીનો માલ હોવાનો વાજબી શક આવે એવી કોઇ વસ્તુ જેના કબ્જામાં હોય અને તે વસ્તુના સંબંધમાં તેણે કોઇ ગુનો કયૅનો વાજબી શક હોય તે વ્યકિત અથવા
(ઇ) કોઇ પોલીસ અધિકારીને પોતાની ફરજ બજાવવામાં અડચણ કરનાર અથવા કાયદેસરના હવાલામાંથી નાસી છૂટનાર અથવા નાસી છૂટવાની કોશિષ કરનાર વ્યકિત અથવા
(એફ) સંઘના સશસ્ત્ર દળોમાંથી નાસી આવેલ હોવાનો જેના ઉપર વાજબી શક હોય તે વ્યકિત અથવા
(જી) જે કૃત્ય કરવામાં આવ્યુ હોય તો ગુન્હા તરીકે શિક્ષાને પાત્ર થાત એવા ભારત બહાર કરેલા કૃત્યમાં સંકળાયેલ હોય અથવા એ રીતે સંકળાયેલ હોવાની જેની સામે વાજબી ફરિયાદ કરવામાં આવી હોય અથવા
વિશ્ર્વાસપાત્ર માહિતી મળી હોય અથવા જેના ઉપર એવો વાજબી શક હોય અને એવા કૃત્ય માટે પ્રત્યપૅણ સબંધી કોઇ કાયદા હેઠળ અથવા બીજી રીતે ભારતમાં પકડવાને અને કસ્ટડીમાં રાખવાને પાત્ર હોય તે વ્યકિત અથવા
(એચ) કલમ ૩૫૬ની પેટા-કલમ (૫) હેઠળ કોઇ નિયમનો ભંગ કરનાર સજા ભોગવીને છુટેલો ગુનેગાર અથવા
(આઇ) કોઇ વ્યકિતને પકડવા માટે બીજા પોલીસ અધિકારી તરફથી લેખિત કે મૌખિક માગણી મળેલી હોય અને તે માંગણીમાં જેની ધરપકડ કરવાની હોય તે વ્યકિત અને જે ગુના અથવા બીજા કારણ માટે તેની ધરપકડ કરવાની હોય તે દશૅાવેલ હોય અને માંગણી કરનાર અધિકારી તે વ્યકિતને વગર વોરંટે કાયદેસર રીતે પકડી શકે તેમ છે તેવુ તેના ઉપરથી જણાતુ હોય તો તે વ્યકિત"
Copyright©2023 - HelpLaw