નામઠામ જણાવવાની ના પાડનારને પકડવાની સતા - કલમ:42

કલમ:૪૨

નામઠામ જણાવવાની ના પાડનારને પકડવાની સતા

"(૧) કોઇ પોલીસ અધિકારીની હાજરીમાં જેણે પોલીસ અધિકાર બહારનો કોઇ ગુનો કયઃ। હોય અથવા જેના ઉપર એવો ગુનો કરવાનો આરોપી મુકવામાં આવ્યો હોય તે વ્યકિત એવા અધિકારીની માંગણી ઉપરથી પોતાનુ નામઠામ જણાવવાની ના પાડે અથવા એવુ નામઠામ આપે કે ખોટુ હોવાનુ માનવાને તે અધીકારીને કારણ હોય ત્યારે તે વ્યકિતના નામઠામની ચોકકસ માહિતી મેળવવા માટે તે અધિકારી તેને પકડી શકશે

(૨) તે વ્યકિતના ખરા નામઠામની ચોકકસ માહિતી મળે એટલે તેન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે ફરમાવવામાં આવે તો હાજર રહેવા માટેનો જામીનવાળો કે વિનાનો મુચરકો કરી આપે તો તેને છોડી મૂકવામાં આવશે પરંતુ જો એ વ્યકિત ભારતવાસી ન હોય તો મુચરકાના પાલન માટે ભારતના રહીશ હોય એવા જામીન કે જામીનો આપવાના રહેશે

(૩) તે વ્યકિતને પકડયા પછીના ૨૪ કલાકમાં તેના ખરા નામઠામની ચોકકસ માહિતી ન મળે અથવા તે મુચરકો ન આપે અથવા તેને જામીન આપવાનુ ફરમાવવામાં આવે અને પૂરતા જામીન ન આપે તો તેને હકુમત ધરાવતા નજીકના નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ તુરત મોકલવાનુ આવશ્યક બનશે"