મેજિસ્ટ્રેટે પકડવા બાબત - કલમ:44

મેજિસ્ટ્રેટે પકડવા બાબત

"(૧) કોઇ એકઝીકયુટીવ કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેની સ્થાનિક હકૂમતમાં કોઇ ગુનો કરવામાં આવ્યો હોય તયારે તે પોતે ગુનેગારને પકડી શકશે અથવા તેને પકડવાનો કોઇ વ્યકિતને હુકમ કરી શકશે અને તેમ થયે જામીન લેવા વિશેની આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને તે ગુનેગારને કસ્ટડીમાં મોકલી શકશે (૨) જયારે અને જે સંજોગોમાં કોઇ એકઝીકયુટીવ કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટને કોઇ વ્યકિતને પકડવાનુ વોરંટ કાઢવાની સતા હોય ત્યારે પોતાની સ્થાનિક હકૂમતમાં તે વ્યકિતને પોતે પકડવાનુ ફરમાવી શકશે"