
સશસ્ત્ર દળોના સભ્યોને ધરપકડ અંગે રક્ષણ
"(૧) કલમો ૪૧ થી ૪૪ (બંને સહિત) માં ગમે તે મજકૂર હોય તે છતા સંઘના સશસ્ત્ર દળોના કોઇ સભ્યને પોતાની સરકારી ફરજ બજાવતી વખતે તેણે કરેલ અથવા તેને કરવુ અભિપ્રેત હોય તેવા કોઇ કૃત્ય માટે કેન્દ્ર સરકારની સંમતિ મેળવ્યા વિના પકડી શકાશે નહીં.
(૨) રાજય સરકાર જાહેરનામાથી એવો આદેશ આપી શકશે કે પેટ કલમ (૧) ની જોગવાઇઓ તેમા નિર્દિષ્ટ કરવામાં આવે તેવો વગૅ કે પ્રકારના જાહેર શાંતિ જાળવવા માટે જવાબદાર દળના ગમે ત્યાં નોકરી કરતા સભ્યોને લાગુ પડશે અને તેમ થયે તે પેટા કલમની જોગવાઇઓ તેમા કેન્દ્ર સરકાર એ શબ્દોને બદલે રાજય સરકાર એ શબ્દો મૂકવામાં આવ્યા હોય તેમ લાગુ પડશે"
Copyright©2023 - HelpLaw