
ધરપકડની રીત
"(૧) ધરપડકની કરતા પોલીસ અધિકારી કે અન્ય વ્યકિત શબ્દ કે ચેષ્ટાથી ધરપકડને તાબે ન થનારના શરીરને સ્પશીને કે અટકાયતમાં લઇને ધરપકડ કરશે
પરંતુ એમ જોગવાઇ કરી છે કે જયાં કોઇ મહિલાની ધરપકડ કરવાની હશે ત્યાં જો સંજોગો વિરૂધ્ધ દશૅાવતા હશે નહિ તો એની ધરપકડની જાણ એને મૌખિક રીતે કરાય ત્યારે એ હવાલાતમાં જવાને તાબે થાય છે એમ માની લેવાશે અને સંજોગો જો વિપરિત દશૅવતા ન હોય અથવા પોલીસ અધિકારી મહિલા ન હોય તો તેણીને ધરપકડ માટે પોલીસ અધિકારી એ મહિલાને અડકશે નહિ
(૨) તે વચ્છિત પોતાને પકડવાના પ્રયાસને બળપૂવૅક સામનો કરે અથવા ધરપકડ ટાળવાની કોશિશ કરે તો તે પોલીસ અધિકારી કે અનય વ્યકિત તેને પકડવા માટે જરૂરી એવા તમામ સાધનોનો ઉપયોગ કરી શકશે
(૩) જેના ઉપર મોતની કે જન્મટીપની શિક્ષાને પાત્ર ગુનાનો આરોપ ન હોય તે વ્યકિતનું મૃત્યુ નિપજાવવાનો હક આ કલમના કોઇ પણ મજકુરથી મળતો નથી.
ન (૪) અપવાદજનક સંજોગો સિવાય સૂયૅાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઇ સ્ત્રીને કેદ કરી શકાશે નહિ અને જયાં એવા અપવાદજનક સંજોગો ઉપસ્થિત હોય ત્યારે મહિલા પોલીસ અધિકારી લેખિત રીપોટૅ કરીને એવા ફર્સ્ટ કલાસ જયુડિસિયલ મેજસ્ટ્રેટની અગાઉથી પરવાનગી મેળવશે કે જેની હકૂમતમાં આ ગુનો કરાયો છે અથવા તો ઘરપકડ કરવાની છે."
Copyright©2023 - HelpLaw