પકડવા ધારેલ વ્યકિત જેમા પેઠેલ હોય તે જગ્યાની ઝડતી - કલમ:47

પકડવા ધારેલ વ્યકિત જેમા પેઠેલ હોય તે જગ્યાની ઝડતી

"(૧) ધરપકડના વોરંટનો અમલ કરનાર વ્યકિતને અથવા ધરપકડ કરવનો અધિકાર ધરાવતા પોલીસ અધિકારીને એમ માનવાને કારણ હોય કે જેની ધરપકડ કરવાની છે તે વ્યકિત કોઇ જગ્યામાં પેસી ગયેલ છે અથવા કોઇ જગ્યામાં છે તો તે જગ્યામાં રહેનાર અથવા તેનો ચાજૅ ધરાવનાર વ્યકિતએ ઉપર કહયા પ્રમાણે કામ કરનાર વ્યકિતની અથવા તે પોલીસ અધિકારીન માંગણી ઉપરથી તેને તે જગ્યામાં અડચણ વિના આવવા દેવો જોઇશે અને તેમા ઝડતી માટે તમામ વાજબી સગવડ આપવી જોઇશે.

(૨) પેટા કલમ (૧) મુજબ એવી જગ્યાની અંદર ન જઇ શકાય તો વોરંટનો અમલ કરનાર વ્યકિત ગમે ત્યારે અને વોરંટ કાઢાવી શકાતુ હોય પરંતુ જેની ધરપકડ કરવાની હોય તે વ્યકિતને નાસી છૂટવાની તક મળે તે પહેલા વોરંટ મેળવી શકાય તેમ ના હોય ત્યારે કોઇ પોલીસ અધિકારી તે જગ્યામાં પ્રવેશીને ઝડતી લે અને પોતાના અધિકાર અને હેતુની જાણ પછી અને દાખલ થવા દેવા માટે યોગ્ય રીતે માગણી કૉા પછી બીજી રીતે દાખલ ન થઇ શકે તો તે જગ્યામાં પ્રવેશવા માટે પકડવા ધારેલ વ્યકિતના કે અન્ય કોઇ વ્યકિતના કોઇ ઘર કે જગ્યાનુ બહારનુ કે અંદરનુ કોઇ બારણુ અથવા બારી તોડીને ખોલી નાખે તો તે કાયદેસર ગણાશેન પરંતુ રિવાજ પ્રમાણે જાહેરમાં ન નીકળતી (પકડવાની ન હોય તેવી) કોઇ સ્ત્રીના ખરેખર રહેવાના ખંડમાં પ્રવેશતા પહેલા તે વ્યકિત અથવા પોલીસ અધિકારીએ તેને બહાર જવાની છુટ છે એમ જણાવી ત્યાંથી તેને બહાર જવાની તમામ વાજબી સગવડ આપવી જોઇશે અને ત્યાર પછી તે ખંડ ખોલી નાખીને તેમા તે પ્રવેશી શકશે

(૩) ધરપકડ કરવા માટે કાયદેસર રીતે દાખલ થયેલ કોઇ પોલીસ અધિકારી કે ધરપકડ કરવા સતા ધરાવનાર અન્ય વ્યકિતને ત્યાં પૂરી દવાય તો તે બહાર નીકળવા માટે બહારનુ કે અંદરનુ બારણુ કે બારી તોડી નાખી શકશે"