પકડાયેલ વ્યકિતને ધરપકડના કારણની અને જામીન ઉપર છૂટવાના હકની જાણ કરવા બાબત - કલમઃ 50

પકડાયેલ વ્યકિતને ધરપકડના કારણની અને જામીન ઉપર છૂટવાના હકની જાણ કરવા બાબત

"(૧) કોઇ પણ વ્યકિતને વગર વોરંટે પકડનાર દરેક પોલીસ અધિકારી અથવા અન્ય વ્યકિતએ જે ગુના માટે તેને પકડવામાં આવેલ હોય તેની અથવા તે ધરપકડના બીજા કારણોની સંપૂણૅ વિગતોની જાણ તેને તરત જ કરવી જોઇશે (૨) જેના ઉપર બિન-જામીની ગુનાનો આરોપ ન હોય તે વ્યકિતને પોલીસ અધિકારી વગર વોરંટે પકડે ત્યારે તે જામીન ઉપર છૂટવા માટે હકદાર છે તે બાબતની અને તેના વતી જામીનની વ્યવસ્થા પોતે કરી શકશે એ બાબતની તેણે પકડેલ વ્યકિતને જાણ કરવી જોઇશે"