પકડાયેલ વ્યકિતની ઘરપકડની નોમીનેટેડ વ્યકિતને જાણ કરવા બાબત - કલમ:50એ

પકડાયેલ વ્યકિતની ઘરપકડની નોમીનેટેડ વ્યકિતને જાણ કરવા બાબત

"(૧) દરેક પોલીસ અધિકારી અથવા તો અન્ય કોઇ વ્યકિત કે જ આ કાયદા અન્વયે કોઇ અટકાયત કરે ત્યારે તેણે અટકાયત કરાયેલી વ્યકિતના કોઇ મિત્ર સગા સબંધી અથવા તો તેના અન્ય કોઇ નજીકના વ્યકિત અથવા તો અટકાયતી વ્યકિત કહે તેવી વ્યકિતને આવી અટકાયતની અને સ્થળ બાબતની માહિતી તુરંત આપવાની રહેશે

(૨) પોલીસ ઓફિસરે અટકાયત કરેલી વ્યકિતને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે કે તરત જ પેટા કલમ (૧) હેઠળ મળવાપાત્ર હકથી માહિતગાર કરવાના રહેશે

(૩) રાજય સરકાર વતી નકકી કરાયેલા ફોમૅમાં અટક કરાયેલી વ્યકિતની માહિતીની નોંધણી કરવાની રહેશે કે જેને અસલ ચોપડા સ્વરૂપે પોલીસ સ્ટેશનમાં રાખવી જોઇએ (૪) મેજીસ્ટ્રેટ સમક્ષ અટકાયત કરેલ વ્યકિતને રજૂ કરવામાં આવે ત્યારે તેની પણ ફરજ રહેશે કે પેટા કલમ (૨) અને (૩) નુ અટક કરાયેલી વ્યકિતના સંદભૅમાં સંતોષજનક રીતે પાલન થયુ છે કે નહીં"