બળાત્કારી (rape) વ્યકિતની તબીબી અધિકારી દ્વારા તપાસ - કલમ:53એ

બળાત્કારી (rape) વ્યકિતની તબીબી અધિકારી દ્વારા તપાસ

"(૧) જયારે વ્યકિતની ધરપકડ બળાત્કારનો ગુનો કયૅાના કે તે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવાના આરોપસર કરવામાં આવી હોય અને એવુ માનવા માટે વાજબી કારણો હોય કે આવી વ્યકિતની તપાસ કરવાથી આવો ગુનો બન્યા બાબત પુરાવો મળી શકશે ત્યારે રાજય સરકાર અથવા સ્થાનિક સતા દ્રારા ચલાવવામાં આવતી હોસ્પીટલમાં કામ કરતા નોંધાયેલ તબીબી વ્યવસાયી માટે અને જયારે આવો ગુનો બન્યાની જગ્યાથી ૧૬ કિલોમીટરના ક્ષેત્રમાં આવા તબીબી વ્યવસાયીની ગેરહાજરીમાં બીજા કોઇ નોંધાયેલા તબીબી વ્યવસાયી દ્રારા પોલીસ સબ ઇન્સ્પેકટર કરતા નીચલા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીની વિનંતી પર અને તેમની મદદમાં અને તેમના આદેશ હેઠળ શુધ્ધબુધ્ધિથી કાયૅ કરતી વ્યકિત માટે આવી ધરપકડ કરવામાં આવેલ વ્યકિતની તપાસ કરવાનુ અને તે હેતુ માટે વાજબી જરૂરી બળનો ઉપયોગ કરવાનુ કાયદેસર ગણાશે

(૨) નોંધાયેલ તબીબી વ્યવસાયી જેઓ આવી તપાસ કરી રહયા છે તેમણે વિલંબ વિના આવી વ્યકિતની તપાસ કરશે અને નીચેની વિગતો આપતો પોતાનો અહેવાલ તૈયાર કરશે જેમ કે

(૧) આરોપીનુ નામ અને સરનામુ અને જે વ્યકિત આરોપીને લાવી હોય તેનુ નામ (૨) આરોપીની ઉમર

(૩) આરોપીના શરીર પર જો કોઇ ઇજાની નિશાની હોય તો તે અને

(૪) ડીએનએ રૂપરેખા માટે આરોપીના શરીરમાંથી લેવામાં આવેલ કોઇ વસ્તુનુ વણૅન અને

(૫) નોંધાયેલ તબીબી વ્યવસાયી વિલંબ વિના પોતાનો અહેવાલ તપાસ અધિકારીને મોકલશે જેઓ તેને કલમ-૧૭૩માં ઉલ્લેખ કયૅ મુજબ મેજિસ્ટ્રેટને તે કલમની પેટા કલમ (૫)ના ખંડ-(એ) માં ઉલ્લેખ કરેલ દસ્તાવેજ તરીકે ગણાશે"