
તબીબી અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવેલી વ્યકિતની તપાસ
"(૧) જયારે કોઇ વ્યકિતની ધરપકડ કરવામાં આવે ત્યારે તેમને કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારની નોકરીમાં હોય તેવા તબીબી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે અને જો આવા તબીબી અધિકારી ઉપલબ્ધ ન હોય તો તેવા કિસ્સામાં ધરપકડ કર્યું ॥ પછી તુતૅ જ નોંધાયેલ તબીબી વ્યવસાયી દ્રારા તપાસવામાં આવશે પરંતુ એમ ઠરાવવામાં આવ્યુ છે કે જયા ધરપકડ કરાયેલી વ્યકિત કોઇ મહિલા હોય ત્યારે એની દાકતરી તપાસ માત્ર મહિલા દાકતરી અધિકારીથી અથવા તેની દેખરેખ હેઠળ કરાશે અને જો કોઇ મહિલા દાકતરી અધિકારી પ્રાપ્ત ન હોય ત્યારે એવી તપાસ મહિલા રજીસ્ટૉ પ્રેકટિશનર દ્રારા કરાશે
(૨) ધરપકડ કરાયેલી વ્યકિતને તપાસનાર દાકતરી અધિકારી અથવા રજીસ્ટટૅ મેડિકલ પ્રેકિટશનર આવી તપાસનો રેકોડૅ બનાવશે અને તેમા એના શરીર પર થયેલી ઇજા અથવા તેનાપર બળપ્રયોગ (હિંસા) ના કોઇ નિશાનો હશે તો તે જણાવાશે અને આવી ઇજા થયાની નિશાનીઓ કયારે કરાઇ હશે તે વિષેનો સમય આશરે જણાવાશે (૩) જયા પેટા કલમ
(૧) હેઠળ પુછપરછ થઇ રહી હોય ત્યાં આવી તપાસના અહેવાલની એક નકલ મેડિકલ અધિકારી અથવા રજીસ્ટૉ મેડિકલ પ્રેકિટશનરથી જેમ કિસ્સો હોય તેમ ધડપકડ કરાયેલી વ્યકિતને અથવા આવી વ્યકિતથી નિમણૂક કરાયેલી વ્યકિતને પુરી પડાશે"
Copyright©2023 - HelpLaw