પોલીસ અધિકારી વગર વોરંટે પકડવા માટે પોતાના તાબાના અધીકારીને મોકલે ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:55

પોલીસ અધિકારી વગર વોરંટે પકડવા માટે પોતાના તાબાના અધીકારીને મોકલે ત્યારે અનુસરવાની કાયૅરીતિ

"(૧) કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી અથવા પ્રકરણ ૧૨ હેઠળ પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારી વગર વોરંટે કાયદેસર રીતે પકડી શકાય તે વ્યકિતને (પોતે હાજર ન હોય તેવા સંજોગોમાં) વગર વોરંટે પકડવા પોતાના તાબાના કોઇ અધીકારીને ફરમાવે ત્યારે તેણે તે અધિકારીને જેની ધરપકડ કરવાની હોય તે વ્યકિતને નિર્દિષ્ટ કરીને અને જેના માટે ધરપકડ કરવાની હોય તે ગુનો અથવા બીજુ કારણ દશૉવીને લેખિત હુકમ આપવો જોઇશે અને આમ કરવાનુ જેને ફરમાવ્યુ હોય તે અધિકારીએ ધરપકડ પહેલા પકડવાની વ્યકિતને તે હુકમનો સારાંશ જણાવવો જોઇશે અને જો તે વ્યકિત જોવા માંગે તો તેને તે હુકમ બતાવવો જોઇશે

(૨) પેટા કલમ (૧) ના કોઇ પણ મજકૂરથી કલમ ૪૧ હેઠળ કોઇ વ્યકિતને પકડવા માટેની પોલીસ અધિકારીની સતાને બાધ આવશે નહીં."