પકડાયેલ વ્યકિતને મેજિસ્ટ્રેટ સમક્ષ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સમક્ષ લઇ જવા બાબત. - કલમઃ 56

પકડાયેલ વ્યકિતને મેજિસ્ટ્રેટ સમક્ષ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સમક્ષ લઇ જવા બાબત.

વગર વોરંટે પકડનાર પોલીસ અધિકારીએ પકડાયેલ વ્યકિતને નાહક ઢીલ કૉા વિના અને જામીન સબંધી આ અધિનિયમમાં જણાવેલી જોગવાઇઓને આધીન રહીને તે બાબતમાં હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ અથવા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી સમક્ષ લઇ જવી જોઇએ અથવા મોકલવી જોઇશે