પકડાયેલ વ્યકિતને ચોવીસ કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં ન રાખવા બાબત - કલમ: 57

પકડાયેલ વ્યકિતને ચોવીસ કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં ન રાખવા બાબત

વગર વોરંટે પકડાયેલ વ્યકિતને કોઇ પોલીસ અધિકારી તે બાબતના બધા સંજોગો જોતા વાજબી હોય તે કરતા વધુ મુદત સુધી કસ્ટડીમાં રાખી શકશે નહીં અને કલમ ૧૬૭ હેઠળ મેજિસ્ટ્રેટનો ખાસ હુકમ ન હોય તો તે મુદત ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટની કોટૅ સુધી પહોચવા માટે જરૂરી પ્રવાસનો સમય બાદ કરતા ચોવીસ કલાકથી વધુ હોવી જોઇએ નહીં