સરકારી નોકશ ઉપર સમન્સની બજવણી - કલમ:66

સરકારી નોકશ ઉપર સમન્સની બજવણી

"(૧) સમન્સથી બોલાવેલ વ્યકિત સરકારની સક્રિય સેવામાં ચાલુ હોય ત્યારે સાધારણ રીતે સમન્સ કાઢનાર કોટૅ તે વ્યકિત જે ઓફીસમાં નોકરીમાં હોય તેના વડા ઉપર તે સમન્સની બે પ્રતો મોકલવી જોઇશે અને તેમ થયે તે અધિકારીએ કલમ ૬૨માં ઠરાવેલી રીતે સમન્સની બજવણી કરવી જોઇએ અને તે કલમમાં જણાવ્યા મુજબના શેરો સાથે પોતાની સહી કરીને તે સમન્સ તે કોટૅને પરત કરવો જોઇશે (૨) એવી સહી વિધિસરની બજવણીનો પુરાવો ગણાશે