આમ થાય ત્યારે અને બજવણી કરનાર અધીકારી હાજર ન હોય ત્યારે બજવણીની સાબિતી - કલમ:68

આમ થાય ત્યારે અને બજવણી કરનાર અધીકારી હાજર ન હોય ત્યારે બજવણીની સાબિતી

"(૧) કોઇ કોટૅ કાઢેલો સમન્સ તેની સ્થાનિક હકુમત બહાર બજાવવામાં આવ્યો હોય ત્યારે અને સમન્સ બજાવનારા અધિકારી કેસની સુનાવણી વખતે હાજર ન હોય ત્યારે તે સમન્સ બજયો હોવાનુ મતલબનુ કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલુ હોવાનુ અભિપ્રેત હોય તેવુ સોગંદનામુ અને જે વ્યકિતને સમન્સની બીજી પ્રત આપી હોય કે આપવા ધારેલ હોય કે જેની પાસે મુકી આવવામાં આવેલ હોય તે વ્યકિતએ (કલમ ૬૨ ૨ કે ૬૪માં જણાવેલી રીતે) જેમા શેરો કાયૅાનુ અભિપ્રેત હોય તેવી સમન્સની પ્રત પુરાવામાં ગ્રાહય થશે અને તેમા કરેલા કથનો એથી વિરૂધ્ધનુ સાબિત ન થાય તે સિવાય અને ત્યાં સુધી ખરા ગણાશે

(૨) આ કલમમાં જણાવેલુ સોગંદનામુ સમન્સની બીજી પ્રત સાથે જોડીને કોટૅને પરત કરી શકશે"