ટપાલ દ્રારા સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી - કલમ:69

ટપાલ દ્રારા સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી

"(૧) આ પ્રકરણની પ્રવૅતતી કલમોમા ગમે તે મજકૂર હોય છતા કોઇ સાક્ષી ઉપર સમન્સ કાઢનાર કોટૅ એવો સમન્સ કાઢવા ઉપરાંત અને સાથોસાથ સાક્ષી જયા સાધારણ રીતે રહેતો હોય કે ધંધો ચાલાવતો હોય કે લાભ માટે જાતે કામ કરતો હોય તે સરનામે સમન્સની એક પ્રત રજિસ્ટર કરાવેલ ટપાલથી બજાવવાનો આદેશ આપી શકશે

(૨) સાક્ષીએ સહી કરી હોવાનુ અભિપ્રેત હોય તેવી પહોચ અથવા સાક્ષીએ સમન્સ લેવાની ના પાડી હોવા બાબત ટપાલીએ કરેલો હોવાનુ અભિપ્રેત હોય તેવો કોઇ શેરો મળે ત્યારે સમન્સ કાઢનાર કોટૅ સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યો હોવાનુ જાહેર કરી શકશે"