વોરંટ બજાવવા માટે કોને મોકલવુ તે બાબત - કલમ:72

વોરંટ બજાવવા માટે કોને મોકલવુ તે બાબત

"(૧) ધરપકડનુ વોરંટ સામાન્ય રીતે એક કે વધુ પોલીસ અધીકારીઓને બજાવવા માટે આપવુ જોઇશે પરંતુ એવુ વોરંટ તરત બજાવવાની જરૂર હોય અને તરત કોઇ પોલીસ અધિકારી મળી શકે તેમ ન હોય તો તે કાઢનાર કોટૅ તે અન્ય કોઇ વ્યકિતઓને બજાવવા આપી શકશે અને તે વ્યકિત કે વ્યકિતઓએ તે વોરંટ બજાવવુ જોઇશે

(૨) કોઇ વોરંટ એકથી વધુ અધિકારીઓ કે વ્યકિતઓને બજાવવા આપ્યુ હોય ત્યારે તેઓ તમામ અથવા તેમાનો કોઇ એક કે વધુ અધિકારી કે વ્યકિત તે બજાવી ર શકશે"