હકુમત બહાર બજવણી માટે મોકલેલુ વોરંટ - કલમ:78

હકુમત બહાર બજવણી માટે મોકલેલુ વોરંટ

"(૧) વોરંટ કાઢનારી કોટૅની સ્થાનિક હકુમતની બહાર તે બજાવવાનુ હોય ત્યોર તે કોટૅ તે વોરંટ પોતાની હકુમતની અંદરના કોઇ પોલીસ અધિકારીને બજાવવા આપવાને બદલે જેની હકુમતની સ્થાનિક હદની અંદર તે બજાવવુ હોય તે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે પોલીસ કમિશ્નરને તે ટપાલ મારફત કે બીજી રીતે મોકલી શકશે અને તે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા કમિશ્નરે તેના ઉપર પોતાના નામનો શેરો કરવો જોઇશે અને જો શકય હોય તો આ અધિનિયમમાં અગાઉ જણાવેલી રીતે તે વોરંટની તેણે બજવણી કરાવવી જોઇશે

(૨) પેટા કલમ (૧) હેઠળ વોરંટ કાઢનાર કોટૅ તે વ્યકિતને જામીન ઉપર છોડવા અંગે કલમ ૮૧ હેઠળ કામ કરનાર કોટૅ નિણૅય કરી શકે તે માટે પુરતા હોય તેવા દસ્તાવેજો હોય તો તે સહિત પકડવાની વ્યકિત વિરૂધ્ધની માહિતીમાં સારાંશ વોરંટ સાથે મોકલવો જોઇશે"