
હકુમતની બહાર બજવણી કરવા માટે પોલીસ અધિકારીને આપેલુ વોરંટ
"(૧) કોઇ પોલીસ અધિકારીને બજાવવા આપેલુ વોરંટ કાઢનાર કોટૅની સ્થાનિક હકુમત બહાર બજાવવાનુ હોય ત્યારે તે અધીકારીએ જે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની અથવા પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી કરતા ઊતરતા દરજજાના ન હોય તેવા જે પોલીસ અધિકારીની સ્થાનિક હકુમતમાં તે વોરંટ બજાવવુ હોય તેની પાસે શેરો થવા માટે સામાન્ય રીતે તે વોરંટ લઇ જવુ જોઇશે
(૨) એવા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારીએ તે વોરંટ ઉપર પોતાના નામનો શેરો કરવો જોઇશે અને એવા શેરાથી જે પોલીસ અધિકારીને તેની બજવણી નહીં થઇ શકે એમ માનવાને જયારે પણ કારણ હોય ત્યારે જેને તે વોરંટ બજાવવા આપ્યુ હોય તે પોલીસ અધિકારી એવો શેરો કરાવ્યા વિના વોરંટ કાઢનારી કોટૅની સ્થાનિક હકુમતની બહાર કોઇ પણ સ્થળે તે વોરંટ બજાવી શકશે
(૩) જે મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારીની સ્થાનિક હકુમતમાં વોરંટ બજાવવાનુ હોય તેનો શેરો મેળવતા ઢીલ થવાના પરિણામે તેની બજવણી નહિ થઇ શકે તેમ માનવાને જયારે પણ કારણ હોય ત્યારે જેને તે વોરંટ બજાવવા આપ્યુ હોય તે પોલીસ અધિકારી એવો શેરો કરાવ્યા વિના વોરંટ કાઢનાર ન્યાયાલયની સ્થાનિક હકુમતની બહાર કોઇપણ સ્થળે તે વોરંટ બજાવી શકશે"
Copyright©2023 - HelpLaw