જેની ઉપર વોરંટ કાઢયુ હોય તે વ્યકિતને પકડયા પછીને કાયૅવાહી - કલમ:80

જેની ઉપર વોરંટ કાઢયુ હોય તે વ્યકિતને પકડયા પછીને કાયૅવાહી

ધરપકડનુ વોરંટ જે જિલ્લામાં કાઢયુ હોય તેની બહાર બજાવ્યુ હોય ત્યારે વોરંટ કાઢનારી કોટૅ ધરપકડના સ્થળથી ત્રીસ કિલોમીટરની અંદર ન હોય તો અથવા તે કોટૅ જે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કે જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટની કે પોલીસ કમિશનરની હકુમતની સ્થાનિક હદમાં ધરપકડ કરી હોય તેના કરતા નજીક ન હોય તો અથવા કલમ ૭૧ હેઠળ જામીનગીરી લીધી ન હોય તો પકડાયેલ વ્યકિતને તેવા મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ કે કમિશનર સમક્ષ લઇ જવી જોઇશે