
પકડાયેલ વ્યકિતઓને જેની સમક્ષ લઇ જવામાં આવે તે મેજિસ્ટ્રેટે કરવાની કાયૅવાહી
"(૧) પકડાયેલ વ્યકિત વોરંટ કાઢનારી કોટૅ પકડવા ધારેલ વ્યકિત છે એવુ જણાય તો એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે પોલીસ કમિશનર વ્યકિતને પહેરા નીચે તે કોટૅ સમક્ષ લઇ જવા ફરમાવશે પરંતુ ગુનો જામીની હોય અને તે વ્યકિત મેજિસ્ટ્રેટ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ કે કમિશનરને સંતોષકારક જામીન આપવા તૈયાર અને રાજી થાય અથવા કલમ ૭૧ હેઠળ તે વોરંટ ઉપરના શેરામાં કોઇ આદેશ આપ્યો હોય અને તે વ્યકિત તે આદેશ મુજબ જોઇતી જામીનગીરી આપવા તૈયાર અને રાજી હોય તો તે મેજિસ્ટ્રેટ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ કે કમિશનરે યથાપ્રસંગ એવા જામીન કે જામીનગીરી લેવી જોઇશે અને વોરંટ કાઢનાર કોટૅને તે મુચરકો મોકલી આપવો જોઇશે વધુમાં ગુનો બિન જામીની હોય તો કલમ ૭૮ની પેટા કલમ
(૨)માં ઉલ્લેખેલ માહિતી અને દસ્તાવેજોની વિચારણા કરીને તે વ્યકિતને જામીન ઉપર છોડવાનુ જે જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હોય તે જિલ્લાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ માટે (કલમ ૪૩૭ની જોગવાઇઓને આધીન રહીને) અથવા સેશન્સ ન્યાયાધીશ માટે કાયદેસર ગણાશે (૨) આ કલમના કોઇ પણ મજકુરથી કોઇ પોલીસ અધિકારીને
કલમ ૭૧ હેઠળ જામીનગીરી લેવાની મના કરવામાં આવેલ હોવાનુ ગણાશે નહીં"
Copyright©2023 - HelpLaw