ફરારી માટે જાહેરનામુ
"(૧) કોઇ કોટૅને (પુરાવો લઇને કે લીધા વિના) એમ માનવાને કારણ હોય કે જેની ઉપર પોતે વોરંટ કાઢયુ છે તે વ્યકિત વોરંટ ન બજાવી શકાય તે માટે ફરાર થયેલ છે અથવા સંતાતી ફરે છે તો તે કોટૅ તે વ્યકિતને નિર્દિષ્ટ સ્થળે અને તે જાહેરનામુ પ્રસિધ્ધ થયાની તારીખથી ત્રીસ દિવસથી વહેલા નહીં તેવા નિદિષ્ટ સમયે હાજર રહેવા ફરમાવતુ લેખિત જાહેરનામુ પ્રસિધ્ધ કરી શકશે
(૨) તે જાહેરનામુ નીચે મુજબ પ્રસિધ્ધ કરવાનુ રહેશે (૧) (ક) તે વ્યકિત સામાન્ય રીતે જે શહેર અથવા ગામમાં રહેતી હોય તેના કોઇ જાણીતા સ્થળે તે જાહેરમાં વાંચી સંભળાવવુ જોઇશે
(ખ) તે વ્યકિત સામાન્ય રીતે જે ઘર અથવા રહેઠાણમાં રહેતી હોય તેના કોઇ સહેલાઇથી દેખાય તેવા ભાગ ઉપર અથવા તે શહેર કે ગામની સહેલાઇથી દેખાય તેવી કોઇ જગ્યાએ તેને ચોટાડવુ જોઇશે
(ગ) કોટૅના સહેલાઇથી દેખાય તેવા કોઇ સ્થળે તેની એક નકલ ચોંટાડવી જોઇશે
(૨) તે વ્યકિત સામાન્ય રીતે રહેતી હોય તે સ્થળે ફેલાવો ધરાવતા દૈનિક વર્તમાનપત્રમાં જાહેરનામાની નકલ પ્રસિધ્ધ કરાવવાનો આદેશ પણ કોટૅ પોતાને યોગ્ય લાગે તો આપી શકશે
(૩) તે જાહેરનામું પેટા કલમ (૨)ના ખંડ (૧)માં નિર્દિષ્ટ કરેલી રીતે નિદૅષ્ટ દિવસે વિધીસર પ્રસિધ્ધ થયુ હતુ તે મતલખનુ જાહેરનામુ કાઢનારી કોટૅનુ લેખિત કથન આ કલમની આવશ્યકતાઓનુ પાલન થયાનો અને તે જાહેરનામુ તે દિવસે પ્રસિધ્ધ થયાનો નિણૅયક પુરાવો રહેશે
(૪) જયારે ભારતીય ફોજદારી અધિનિયમની કલમો ૩૦૨ ૩૦૪ ૩૬૪ ૩૬૭ ૩૮૨ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૭ ૩૯૮ ૩૯૯ હેઠળ શિક્ષાપાત્ર કરશે ૪૦૦ ૪૦૨ ૪૩૬ ૪૪૯ ૪૫૯ અથવા ૩૬૦ ગુનાના હેતુ માટે જે વ્યકિત પર આરોપ મુકવામાં આવ્યો હોય તેની બાબતમાં પેટા કલમ (૧) હેઠળ જાહેરાત બહાર પાડશે અને જો આવી વ્યકિત નિર્દિષ્ટ સ્થળે અને સમયે જે જાહેરાત દ્રારા જરૂરી બનાવ્યો હોય હાજર થવામાં નિષ્ફળ જાય તો અદાલત તેમને યોગ્ય લાગે તેવી તપાસ કયૅ પછી તેમને દોષિત ગુનેગાર જાહેર કરશે અને તે મતલબનુ જાહેરનામુ પ્રસિધ્ધ
(૫) પેટા કલમો (૨) અને (૩)ની જોગવાઇઓ પેટા કલમ (૧) હેઠળ જાહેર કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડે તે રીતે પેટા કલમ (૪) હેઠળ અદાલત દ્રારા કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડશે"
Copyright©2023 - HelpLaw