ફરારી મિલકતની જપ્તી
"(૧) કલમ ૮૨ હેઠળ જાહેરનામુ કાઢનારી કોટૅ કારણોની લેખિત નોંધ કરીને જાહેરનામુ કાઢયા પછી કોઇ પણ સમયે ઘોષિત વ્યકિતની માલિકીની જંગમ કે સ્થાવર અથવા બંને પ્રકારની મિલકત જપ્તીમાં લેવાનો હુકમ કરી શકશે પરંતુ જાહેરનામુ કાઢતી વખતે કોટૅને સોગંદનામાથી કે બીજી રીતે ખાતરી થાય કે જેના સબંધમાં જાહેરનામુ કાઢવાનુ છે તે વ્યકિત નીચે પ્રમાણે કરવાની તૈયારીમાં છે ત્યારે તે જાહેરનામુ કાઢવાની સાથોસાથ જપ્તીનો હુકમ કરી શકશે
(ક) પોતાની તમામ મિલકત કે તેના કોઇ ભાગનો નિકાલ
કરવાની અથવા
(ખ) કોટૅની સ્થાનિક હકુમતમાંથી પોતાની તમામ મિલકત કે તેનો કોઇ ભાગ ખસેડવાની
(૨) જે જિલ્લામાં તે હુકમ કરવામાં આવ્યો હોય તેની અંદરની તે વ્યકિતની કોઇ મિલકત જપ્તીમાં લેવાનો તે હુકમથી અધિકાર મળશે અને તે જિલ્લા બહાર આવેલી તે વ્યકિતની કોઇ પણ મિલકત જિલ્લામાં તે મિલકત આવેલી હોય તેનો જિલ્લામાં તે મિલકત આવેલી હોય તેના જિલ્લામાં મેજિસ્ટ્રેટ તે હુકમ ઉપર શેરો કરે ત્યારે જપ્તીમા લેવાનો તે હુકમથી અધિકાર મળશે
(૩) જે મિલકત જપ્તીમાં લેવાનો હુકમ થયો હોય તે કોઇ લેણુ કે બીજી જંગમ મિલકત હોય તો આ કલમ હેઠળની જપ્તીમાં નીચે મુજબ કરવામાં આવશે (ક) કબજો લઇને અથવા (ખ) રિસીવર નીમીને અથવા (ગ) ઘોષિત વ્યકિતને તેના વતી કોઇ વ્યકિતને તે મિલકત આપવાની મના ફરમાવતો લેખિત હુકમ કરીને અથવા (ઘ) કોટૅને યોગ્ય લાગે તે તમામ કે કોઇપણ ઉપયુકત બે રીતે
(૪) જે મિલકત જપ્તીમાં લેવા હુકમ થયો હોય તે સ્થાવર મિલકત હોય ત્યારે આ કલમ હેઠળની જપ્તીમાં જો તે રાજય સરકારને મહેસૂલ ભરતી જમીન હોય તો તે જમીન જે જિલ્લામાં આવેલી હોય તેના કલેકટર મારફત કરવામાં આવશે અને તે સિવાયના તમામ કિસ્સાઓમાં નીચે મુજબ કરવામાં આવશે
(ક) કબજે લઇને અથવા
(ખ) રિસીવર નીમીને અથવા
(ગ) ઘોષિત વ્યકિતને તેના વતી કોઇને જમીનનુ ભાડુ આપવાની અથવા મિલકત સોપવાની મના ફરમાવતો લેખિત હુકમ કરીને અથવા
(ઘ) કોટૅને યોગ્ય લાગે તે તમામ કે કોઇપણ ઉપયુકત બે રીતે
(૫) જે મિલકત જપ્તીમાં લેવા હુકમ થયો હોય તે મિલકત પશુધન હોય અથવા બગડી જાય તે પ્રકારની હોય અને કોટૅને તેમ કરવુ ઇષ્ટ જણાય તો તે તેને તરત વેચી નાખવાનો હુકમ કરી શકશે અને તેમ કરવામાં આવે તો તેને વેચતા ઉપજેલી રકમની વ્યવસ્થા કોટૅના હુકમ મુજબ કરવાની રહેશે
(૬) દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ હેઠળ નિમાયેલા રિસીવરને જે સતા ફરજો અને જવાબદારીઓ હોય છે તે જ સતા ફરજો અને જવાબદારીઓ આ કલમ પ્રમાણે નિમાયેલા રિસીવરને રહેશે"
Copyright©2023 - HelpLaw