જપ્તી અંગે દાવા અને વાંધા - કલમ:84

જપ્તી અંગે દાવા અને વાંધા

"(૧) ઘોષિત સિવાયની કોઇ વ્યકિત કલમ-૮૩ હેઠળ જપ્તીમાં લીધેલી કોઇ મિલકત સબંધમાં પોતાને તે મિલકતમાં હિત છે અને તે મિલકત કલમ ૮૩ હેઠળ જપ્તીનો પાત્ર નથી એવા કારણસર જપ્તી કયૅાની તારીખથી ૬ મહિનાની અંદર દાવો કરે કે વાંધો ઉઠાવે તો તે દાવા કે વાંધા અંગે તપાસ કરવી જોઇશે અને તે દાવો કે વાંધો પુરેપુરો કે અંશતઃ માન્ય અને અમાન્ય રાખી શકાશે

પરંતુ આ પેટા કલમથી ઠરાવેલી મુદતની અંદર કરેલો દાવો કે ઉઠાવેલો વાંધો દાવેદાર કે વાંધો ઉઠાવનાર મૃત્યુ પામે તો તેની કાયદેસરનો પ્રતિનિધિ ચાલુ રાખી શકાશે (૨) પેટા કલમ (૧) હેઠળના દાવા કે વાંધા જે કોટૅ જપ્તીનો હુકમ કાઢયો હોય તે કોટૅમાં કરી કે ઉઠાવી શકાશે અથવા જો તે દાવો કે વાંધો કલમ ૮૩ની પેટા કલમ

(૨) અનુસાર શેરો કરેલા હુકમ હેઠળ જપ્તીમાં લીધેલી મિલકત સબંધમાં હોય તો જે જિલ્લામાં જપ્તી કરવામાં આવી હોય તે જિલ્લાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅમાં કરી કે ઉઠાવી શકાશે

(૩) એવો દરેક દાવો કે વાંધો જે કોટૅમાં કરવામાં કે ઉઠાવવામાં આવ્યો હોય તે કોટૅ તેની તપાસ કરવી જોઇશે પરંતુ તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅમાં કરવામાં આવ્યો હોય કે ઉઠાવવામાં આવ્યો હોય તો તેઓ પોતાની સતા નીચેના કોઇ પણ મેજિસ્ટ્રેટને તેનો નિકાલ કરવા માટે સોપી શકશે

(૪) પેટા કલમ (૧) હેઠળના હુકમથી જેનો દાવો કે વાંધો પુરેપુરો કે અંશત નામંજુર કરવામાં આવ્યો હોય તે વ્યકિત એવા હુકમની તારીખથી એક વષૅની અંદર તકરારી મિલકત ઉપર પોતાના જે હકનો દાવો હોય તે સ્થાપિત કરવા માટે દાવો માંડી શકશે પરંતુ તે હુકમ એવો દાવો કરવામાં આવે તો તેના પરિણામને આધીન રહીને નિણૅયક રહેશે"