પત્રો અને તાર અંગે કાયૅરીતિ - કલમ:92

પત્રો અને તાર અંગે કાયૅરીતિ

"(૧) કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ ચીફ જયુડિશિયલ સેશન્સ કોટૅ કે હાઇકોટૅના અભિપ્રાય મુજબ ટપાલ અને તાર ખાતાના કબજામાંના કોઇ દસ્તાવેજ પાસૅલ કે વસ્તુ આ અધિનિયમ હેઠળની કોઇ પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અન્ય કાયૅવાહી માટે જરૂરી હોય તો તે મેજિસ્ટ્રેટ કે કોટૅ આદેશ આપે તે વ્યકિતને તેવો દસ્તાવેજ પાસૅલ કે વસ્તુ સોપી દેવા યથાપ્રસંગ ટપાલ કે તાર ખાતાના અધિકારીઓને તે મેજિસ્ટ્રેટ કે કોટૅ ફરમાવી શકશે

(૨) બીજા એકઝીકયુટીવ કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા કોઇ પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટના અભિપ્રાય મુજબ એવો કોઇ દસ્તાવેજ પાસૅલ કે વસ્તુ એવા હેતુ માટે જરૂરી હોય તો તેઓ યથાપ્રસંગ ટપાલ કે તાર ખાતાને તે દસ્તાવેજ પાસૅલ કે વસ્તુની તલાશ કરાવી તેને પેટા કલમ (૧) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે કોટૅની હુકમ થતા સુધી અટકાવી રાખવા ફરમાવી શકાશે"