ઝડતી વોરંટ કયારે કાઢી શકાય - કલમ: 93

ઝડતી વોરંટ કયારે કાઢી શકાય

"(૧) (ક) કોઇ કોટૅને એમ માનવાને કારણ હોય કે કલમ ૯૧ હેઠળ જેને સમન્સ કે હુકમ કરવામાં આવ્યો છે કે કરવાનો છે અથવા કલમ ૯૨ની પેટા કલમ (૧) હેઠળ જેની પાસે માંગણી કરી છે કે કરવાની છે તે વ્યકિત સમન્સ કે માંગણીમાં ફરમાવ્યા મુજબનો દસ્તાવેજ કે વસ્તુ રજુ નહીં કરે અથવા ન કરવાનો સંભવ છે અથવા (ખ) તે દસ્તાવેજ કે વસ્તુ કોઇ વ્યકિતના કબજમાં હોવાનુ તે કોટૅના જાણવામાં ન હોય અથવા (ગ) કોટૅને એમ લાગે કે આ અધિનિયમ હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કોઇ કાયૅવાહીનો હેતુ સામાન્ય રીતે ઝડતી લેવાથી અથવા તપાસણી કરવાથી સરશે તો તે કોટૅ ઝડતી વોરંટ કાઢી શકશે અને જેને વોરંટ બજવવા મોકલ્યુ હોય તે વ્યકિત તે વોરંટ અનુસાર અને આ અધિનિયમમાં હવે પછી કરેલી જોગવાઇઓ અનુસાર ઝડતી લઇ શકશે અથવા તપાસણી કરી શકશે"